Privacy Policy

ઉષા ઇન્ટરનેશનલ લમિટેડ (‘યુઆઇએલ’ અથવા તો ‘અમે’ કે ‘અમારા’) www.usha.com (‘વેબસાઇટ’)ની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. અમે યુઝરની (આપ, આપની) ગુપ્તતાની સુરક્ષા કરવાના મહત્વનું સન્માન કરીએ છીએ અને તેને સમજીએ છીએ. આપના તરફથી પ્રાપ્ત થતાં આપના અંગત ડેટા અથવા માહિતી (‘ઇન્ફો’) કે જેને અમે અમારા વ્યવસાયો સાથે સંકળાયેલી સેવાઓ પૂરી પાડતી વખતે એકઠી કરીએ છીએ, પોતાની પાસે રાખીએ છીએ, ઉપયોગમાં લઇએ છીએ, તેની પર પ્રક્રિયા હાથ ધરીએ છીએ, તેને નોંધીએ છીએ, સાચવીએ છીએ, ટ્રાન્સફર કરીએ છીએ, જાહેર કરીએ છીએ, તેની સાથે કામ પાર પાડીએ છીએ, તેની સાથે કામ પાર પાડીએ છીએ અને આપની પાસેથી પ્રાપ્ત કરીએ છીએ, તેની ગુપ્તતાની સુરક્ષા કરવા માટે અમે કટિબદ્ધ છીએ. તદનુરૂપ અહીં નીચે અમારી ગુપ્તતા સંબંધિત નીતિ આપવામાં આવી છે, જે વિવિધ માર્ગદર્શિકાઓની સાથે અહીં ઉપર જણાવ્યાં મુજબ અમારા દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી અને અમારા દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી માહિતીને સુરક્ષિત રાખવાના અમારા ઇરાદાને સ્પષ્ટ કરે છે. આ ગુપ્તતા સંબંધિત નીતિ પ્રવર્તમાન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 અને તેની હેઠળના લાગુ નિયમો (‘આઇટી એક્ટ’)નું પાલન કરે છે.

આ નીતિનું કાર્યક્ષેત્ર અને પ્રયોજ્યતા

આ ગુપ્તતા સંબંધિત નીતિ ભારતમાં આપની અને થર્ડ પાર્ટી પાસેથી માહિતી એકઠી કરનાર, તેને પોતાની પાસે રાખનારા, તેનો ઉપયોગ કરનાર, તેની પર પ્રક્રિયા હાથ કરનાર, રેકોર્ડ કરનાર, સંગ્રહિત કરનાર, ટ્રાન્સફર કરનાર, જાહેર કરનાર, તેની સાથે કામ પાર પાડનાર અને તેને પ્રાપ્ત કરનાર યુઆઇએલ, તેની આનુષંગિકો અને તેની સહાયક કંપનીઓ, તેના કર્મચારીઓ, સ્ટાફ અને ટીમના સભ્યો સહિત પરંતુ તેના સુધી મર્યાદિત ન રહી કોઇપણ કન્સલ્ટન્ટો, કોન્ટ્રાક્ટરો, સલાહકારો, એકાઉન્ટન્ટો, એજન્ટો, વ્યક્તિઓ, યુઆઇએલના પ્રતિનિધિઓ અને/અથવા યુઆઇએલને અથવા યુઆઇએલ વતી તેના વ્યવસાયના સંબંધમાં સેવા પૂરી પાડનારા લોકો (‘થર્ડ પાર્ટી’) વગેરેને લાગુ થાય છે. આ નીતિ અમે આપના અંગે કેવી માહિતી (અહીં આગળ વ્યાખ્યાયિત કરવામાં આવ્યાં મુજબ) એકઠી કરીએ છીએ, આ માહિતી એકઠી કરવાનો, તેને સંગ્રહિત કરવાનો અને તેનો ઉપયોગ કરવાનો હેતુ, આ માહિતી કોને જાહેર/ટ્રાન્સફર કરવામાં આવી શકે છે અને અમે કેવી રીતે આપની ગુપ્તતાનું રક્ષણ કરીએ છીએ તે બાબતોનો સારાંશ પૂરો પાડે છે.

નોંધઃ અમારી ગુપ્તતા સંબંધિત નીતિ કોઇપણ સમયે અગાઉથી જાણ કર્યા વગર બદલાવાને આધિન છે. આપ કોઇપણ ફેરફાર અંગે માહિતગાર રહો તેની ખાતરી કરવા માટે કૃપા કરીને સમયાંતરે આ નીતિની સમીક્ષા કરતાં રહો. આ વેબસાઇટની મુલાકાત લઇને આપ આ ગુપ્તતા સંબંધિત નીતિના નિયમો અને શરતો સાથે બાધ્ય થવા માટે સંમત થાઓ છો. આપ જો તેની સાથે સંમત ન હો તો કૃપા કરીને અમારી વેબસાઇટનો ઉપયોગ કરશો નહીં કે તેને ઍક્સેસ કરશો નહીં. આ વેબસાઇટના ઉપયોગ માત્રથી આપ આ ગુપ્તતાની નીતિ અનુસાર આપની માહિતી જાહેર કરવા માટે સંમત થાઓ છો. આ ગુપ્તતા સંબંધિત નીતિ ઉપયોગની શરતોમાં સામેલ કરવામાં આવી છે અને તેને આધિન છે.

અમારા દ્વારા એકત્રિત કરવામાં આવેલ અંગત ડેટા અથવા માહિતીના પ્રકારો

આ પૉલિસીમાં આપવામાં આવેલ શરતો અને ક્વૉટ; અંગત ડેટા અને માહિતી તથા ક્વૉટ; (માહિતી) અંગત માહિતીને સંદર્ભિત કરે છે, જે આપની ઓળખ કરે છે અને/અથવા એક વ્યક્તિ તરીકે આપની ઓળખ કરવા માટે સક્ષમ છે. અમારા દ્વારા એકઠી કરવામાં આવતી માહિતીના પ્રકારોમાં આપની સાથે સંબંધિત અહીં નીચે જણાવેલ અંગત માહિતીનો સમાવેશ થાય છેઃ

  • નામ
  • સરનામું
  • મોબાઇલ નંબર
  • આઇપી એડ્રેસ
  • ઈ-મેઇલ એડ્રેસ
  • સેવા પૂરી પાડવા માટે અમને ઉપરોક્ત કલમો સંબંધિત પૂરી પાડવામાં આવેલી કોઇપણ વિગતો

પરંતુ શરત એ છે કે, મુક્તપણે ઉપલબ્ધ હોય કે જાહેર ક્ષેત્રમાં રહેલી હોય કે માહિતીના અધિકાર કાયદા, 2005 કે જે-તે સમયે લાગુ હોય તેવા અન્ય કોઇપણ કાયદા હેઠળ પૂરી પાડવામાં આવેલી હોય તેવી કોઇપણ માહિતી આ નીતિના હેતુ માટેની માહિતી તરીકે ગણવામાં આવશે નહીં.

આથી વિશેષ, આપની માહિતીને કોઈ ત્રાહિત વ્યક્તિને પૂરી પાડવામાં આવશે નહીં અન્યથા આવી ત્રાહિત વ્યક્તિને આપને સેવા પૂરી પાડવા માટે અને/અથવા ગેરકાયદે પ્રવૃત્તિઓ, સંભવિત છેતરપિંડી, કોઇપણ વ્યક્તિની સલામતી કે સુરક્ષા માટે સંભવિતપણે જોખમરૂપ, વેબસાઇટના ઉપયોગની શરતોના ઉલ્લંઘનની તપાસ, તેને નિવારવા કે તેના સંબંધે કાર્યવાહી કરવામાં મદદરૂપ થવા માટે અથવા તો કોઇપણ કાયદાકીય દાવાઓ સામે બચાવ કરવા માટે તથા આ પ્રકારના પ્રગટીકરણ માંગનાર કોઇપણ સમન્સ, કોર્ટના આદેશ, કાયદાકીય સત્તાની વિનંતી/આદેશ કે કાયદાની અમલબજવણી કરનારી એજન્સીઓના નિયમોનું પાલન કરવા જેવી વિશેષ પરિસ્થિતિઓમાં આપની માહિતી મેળવવાની જરૂર પડે. આપના દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતીને સંકલિત કરવામાં આવે છે અને સમુચ્ચય આધારે તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. અમે આપના ગુપ્તતાના અધિકારોનું સન્માન કરીએ છીએ અને આથી જ, આપની આ પ્રકારની માહિતી એકઠી કરતી વખતે, પ્રાપ્ત કરતી વખતે, તેને પોતાની પાસે રાખતી વખતે, તેનો ઉપયોગ કરતી વખતે, તેની પર પ્રક્રિયા હાથ ધરતી વખતે, તેની નોંધણી કરતી વખતે, તેને સંગ્રહિત કરતી વખતે, તેને ટ્રાન્સફર કરતી વખતે, તેની સાથે કામ પાર પાડતી વખતે, તેનું હેન્ડલિંગ કરતી વખતે અને તેને જાહેર કરતી વખતે અમે અહીં નીચે જણાવેલ માર્ગદર્શિકાનું પાલન કરીશું:

  • લાગુ ભારતીય કાયદાઓનું પાલન કરીને માહિતીને એકઠી કરવામાં આવશે, કબજામાં રાખવામાં આવશે, ઉપયોગમાં લેવામાં આવશે, તેની પર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, નોંધવામાં આવશે, સંગ્રહિત કરવામાં આવશે, ટ્રાન્સફર કરવામાં આવશે, તેની સાથે કામ પાર પાડવામાં આવશે, તેને હેન્ડલ કરવામાં આવશે અને જાહેર કરવામાં આવશે.
  • માહિતીને નિશ્ચિત, કાયદાકીય અને કાયદામાન્ય હેતુઓ માટે એકઠી કરવામાં આવશે અને તેને જે હેતુ માટે એકઠી કરવામાં આવી છે, તે જ હેતુ માટે ઉપયોગમાં લેવાશે;
  • માહિતી જે હેતુઓ માટે એકઠી કરવામાં અને ઉપયોગમાં લેવામાં આવી છે, તેની સાથે જ સંબંધિત હશે/તેના માટે આવશ્યક હશે;
  • માહિતીને જે હેતુ માટે મેળવવામાં આવી છે અને તેના પર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેના માટે જરૂરી હોય તેટલા સમય સુધી જ તેને જાળવી રાખવામાં આવશે; અને
  • આ માહિતીના અનઅધિકૃત ઍક્સેસ કે ઉપયોગને અટકાવવા, ગેરકાયદે રીતે તેની પર પ્રક્રિયા હાથ ધરવાને રોકવા અને તેને અનઅધિકૃત કે આકસ્મિક રીતે ખોવાઈ જતાં, નાશ પામતાં કે તેને નુકસાન પહોંચતા અટકાવવા યોગ્ય સૂચિત પગલાં લેવામાં આવશે.

અંગત ડેટા કે માહિતીના એકત્રિકરણ, સંગ્રહ અને/અથવા ઉપયોગ માટેના હેતુઓ

માહિતીના એકત્રિકરણ, સંગ્રહ અને/અથવા ઉપયોગ માટેના પ્રાથમિક હેતુઓ આ મુજબ છેઃ

  • અમારા બિઝનેસની પ્રક્રિયાઓ, સંચાલન અને વ્યવસ્થાપન સહિત પરંતુ તેના સુધી મર્યાદિત ન રહી બિઝનેસના પર્ફોમન્સ, સેવાઓના સંચાલન, કોઈ કરારમાં સામેલ થવા કે કોઈ કરાર કરવા, સેવાઓની ગુણવત્તા જાળવવી, અમારી પાસેથી આપે મેળવેલા ઉત્પાદનોને સહાય પૂરી પાડવાના હેતુઓ તેમાં સમાવિષ્ટ છે.
  • ઓર્ડર(રો) પર પ્રક્રિયા હાથ ધરવી, આપની સાથે સંદેશાવ્યવહાર કરવો, આપની ટ્રાન્ઝેક્શનની વિનંતીઓ પૂરી કરવી અને આપના દ્વારા વિનંતી કરવામાં આવેલા ઉત્પાદનોને પહોંચાડવા;
  • આપે અમને વિનંતી કરેલ અથવા તો અમને લાગે કે આપને રસ પડી શકે છે, તેવી કોઈ માહિતી કે ઉત્પાદનો આપને પૂરાં પાડવા, રેકોર્ડ જાળવવો અને અન્ય સામાન્ય વહીવટી અને સેવાઓ સંબંધિત પ્રક્રિયાઓ;
  • અમારા અધિકારો અથવા સંપત્તિ કે અમારા વ્યવસાયની સુરક્ષા અને રક્ષણની ખાતરી કરવી;
  • લાગુ થતી કાનૂની આવશ્યકતાઓનું પાલન કરવા સહિત પરંતુ તેના સુધી મર્યાદિત ન રહી સરકારી રીપોર્ટિંગ વગેરે અને લાગુ થતાં કાયદાઓ હેઠળ વૈધાનિક/કાયદાકીય જવાબદારીઓ પૂરી કરવી, ન્યાયિક અથવા વહીવટી આદેશોનું પાલન કરવું, કાયદાઓનું પાલન કરવું;
  • વર્તમાન સેવાઓ અથવા તો અમારા દ્વારા પૂરી પાડવામાં આવી શકે તેવી સંભવિતપણે નવી સેવાઓ અંગેના આપના મંતવ્ય અંગે સંશોધન હાથ ધરવા સરવે મારફતે આપનો સંપર્ક કરવો;
  • આપના દ્વારા અમને કરવામાં આવેલ કૉલ અથવા સ્ટાફની તાલીમ કે ગુણવત્તાની ખાતરી કરવાના હેતુઓથી કે પછી ચોક્કસ ટ્રાન્ઝેક્શન કે ક્રિયાપ્રતિક્રિયાના પુરાવા જાળવવાના હેતુથી અમારા દ્વારા આપને કૉલિંગ કરવામાં આવેલ કૉલનો સમાવેશ કરી શકે તેવા ઓનલાઇન ટ્રાન્ઝેક્શન સંબંધિત કેટલાક ચોક્કસ કૉલ, ચેટ્સ અને અન્ય ક્રિયાપ્રતિક્રિયાઓના નિરીક્ષણ કે રેકોર્ડિંગ;
  • દૈનિક કામગીરી/સંચાલન હાથ ધરતી વખતે આ પ્રકારની માહિતી અમારા આનુષંગિકો અને સહયોગી કંપનીઓ, અમારા કર્મચારીઓ/સ્ટાફ અને થર્ડ પાર્ટીને અમારા માટે અથવા તો અમારા વતી તેના પર પ્રક્રિયા હાથ ધરવાના હેતુ સહિત આંકડાકીય વિશ્લેષણ હાથ ધરવા, આપને ઈ-મેઇલ અથવા ટપાલ મોકલવા, ગ્રાહક સહાય/સહાયક સેવાઓ પૂરી પાડવા, કાર્યક્રમો, ઉત્પાદનો, માહિતી અને સેવાઓ પહોંચાડવાના હેતુથી પણ પૂરી પાડવામાં આવી શકે છે;
  • ડાયરેક્ટ માર્કેટિંગ અને પ્રમોશનલના હેતુઓઃ
  • વેબસાઇટનું સંચાલન કરવું, આપને વધુ સારા ઉત્પાદનો અને/અથવા સેવાઓ પૂરાં પાડવા અમારી વેબસાઇટના વિષયવસ્તુને સુધારવું તથા અમારી વેબસાઇટનું વિષયવસ્તુ આપની સમક્ષ સૌથી અસરકારક રીતે પ્રસ્તુત કરવામાં આવે તેની ખાતરી કરવી; અને
  • અમારા સર્વસની સમસ્યાઓનું નિદાન કરવામાં મદદરૂપ થવા તથા અમારી વેબસાઇટનું સંચાલન કરવા. આપની ઓળખ કરવામાં મદદરૂપ થવા અને વસતીવિષયક વ્યાપક માહિતી એકઠી કરવા આપના આઇપી એડ્રેસનો પણ ઉપયોગ કરવામાં આવે છે; અને
  • અમારા વ્યવસાયના સંબંધમાં

ડેટાનું એકત્રિકરણ કરવાના ઉપકરણો

માહિતીમાં વધુમાં, આપનું વેબ બ્રાઉઝર જ્યારે અમારી વેબસાઇટને ઍક્સેસ કરે છે ત્યારે અમે ‘કુકીઝ’ જેવા ડેટાનું એકત્રિકરણ કરનારા ઉપકરણો અથવા તો કેટલીક ચોક્કસ પ્રકારની માહિતીને મેળવવા માટેની અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છે. કુકીઝ એ નાની ફાઇલ્સ હોય છે, જે આપના બ્રાઉઝરને ઓળખવા માટે અક્ષરોની શબ્દમાળા ધરાવતી હોય છે. આ કુકીઝની મદદથી વેબસાઇટ આપની વેબસાઇટની મુલાકાતને વધુ ઉપયોગી બનાવનારા મહત્વના ડેટા કે માહિતીને યાદ રાખી શકે છે. નેવિગેશનની ઝડપને વધારવા અને આઇટમ્સનો ટ્રેક રાખવા તથા અમારી વેબસાઇટને ઉન્નત બનાવવા અને માર્કેટિંગ તથા પ્રમોશનલ હેતુઓથી અમારા દ્વારા ઉપયોગમાં લઈ શકાય તેવા અનામી ટ્રાફિક ડેટાને મેળવવા માટે અમારી વેબસાઇટ સેશન દરમિયાન યુઝરની સુસંગત માહિતી સંગ્રહિત કરવા કુકીઝનો તથા અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે. આપે સેશન દરમિયાન વારંવાર આપનો પાસવર્ડ નાંખવો ન પડે તેના માટે અમે કુકીઝનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. કુકીઝ અમને આપની રસની બાબતો પૂરી પાડવામાં પણ અમને મદદરૂપ થઈ શકે છે. મોટાભાગની કુકીઝ ‘સેશન કુકીઝ’ હોય છે, એટલે કે, સેશનના અંતે તે આપની હાર્ડ ડ્રાઇવમાંથી આપમેળે જ ડીલીટ થઈ જાય છે. જો આપનું બ્રાઉઝર મંજૂરી આપતું હોય તો, આપ હંમેશા અમારી કુકીઝને નકારવા માટે મુક્ત છો પરંતુ આ કિસ્સામાં આપ અમારી વેબસાઇટની કેટલીક વિશેષતાઓનો ઉપયોગ કરી શકશો નહીં અને સેશન દરમિયાન આપે વારંવાર પાસવર્ડ દાખલ કરવો પડી શકે છે. કુકીઝને નકારવા માટે આપ આપના બ્રાઉઝરને ફરીથી સેટ કરી શકો છો અથવા તો જ્યારે આવી કુકીઝ અમારી વેબસાઇટ તરફથી મોકલવામાં આવે ત્યારે તેની ચેતવણી આપવા માટે સેટ પણ કરી શકો છો.

આપની કમ્પ્યૂટર સિસ્ટમ્સના ઉપયોગની નોંધણી કરવા માટે અમે અમારા ઇન્ટર્નલ નેટવર્ક પર લૉગિંગ સિસ્ટમ્સનો પણ ઉપયોગ કરીએ છીએ. આ સિસ્ટમ્સના કાર્યદેખાવ, અખંડિતતા અને સુરક્ષાની ખાતરી કરવાના હેતુથી આમ કરવામાં આવે છે. આ ઉપરાંત અમે અનામી ઉપયોગને તથા સંશોધનના હેતુ માટે અમારા મુલાકાતીઓ અને સભ્યોની વોલ્યૂમ સ્ટેટિસ્ટિકલ માહિતીને ટ્રેક કરવા અને તેનું વિશ્લેષણ કરવા માટે થર્ડ પાર્ટી સાથે પણ કરાર કર્યો છે. આ પ્રકારની માહિતીને ફક્તને ફક્ત અનામી અને સમુચ્ચિત ધોરણે બાહ્યરૂપે શૅર કરવામાં આવે છે. આ પ્રકારની થર્ડ પાર્ટી મુલાકાતીઓના અનુભવને સુધારવા, અમારી વેબસાઇટના કન્ટેન્ટનું વ્યવસ્થાપન કરવા અને મુલાકાતીઓની વર્તણૂકને ટ્રેક કરવા માટે સુસંગત કુકીઝનો ઉપયોગ કરે છે. આ પ્રકારની થર્ડ પાર્ટી દ્વારા અમારા વતી એકત્રિત કરવામાં આવેલ તમામ ડેટા અને માહિતીનો ઉપયોગ ફક્ત અમારા દ્વારા અથવા તો અમારા વતી કરવામાં આવે છે તથા તેને અનામી અને સમુચ્ચિત ધોરણે ફક્ત બાહ્યરૂપે શૅર કરવામાં આવે છે.

અમે આમ કરવાના શ્રેષ્ઠ પ્રયાસો કરીશું પરંતુ અમે એવી ખાતરી કે બાંયધરી આપતા નથી કે અમારી વેબસાઇટ કોઇપણ પ્રકારની સંચાલન સંબંધિત ત્રુટિઓથી મુક્ત છે અને અમે એવી પણ બાંયધરી આપતા નથી કે, અમારી વેબસાઇટ કોઇપણ પ્રકારના વાઇરસ, કમ્પ્યૂટર કન્ટેમિનેન્ટ કે અન્ય હાનિકારક ઘટકોથી મુક્ત હશે.

આપ એ બાબતને સ્વીકારો છો કે, અમારી સાઇટ, તેની સેવાઓ અને તેનું વિષયવસ્તુ કોઇપણ પ્રકારની વ્યક્ત કે નિહિત બાંયધરી વગર, ‘જેમ છે તેમ’ અને ‘જેમ ઉપલબ્ધ છે તેમ’ના આધારે પૂરાં પાડવામાં આવે છે. આ ઉપરાંત અમે એ બાબતોનો સ્પષ્ટપણે અસ્વીકાર કરીએ છીએ કે, કોઇપણ સેવા કોઇપણ કારણોસર અવિરત ચાલું રહેશે, સમયસર રહેશે, સલામત કે ત્રુટિમુક્ત રહેશે, વળી તેના સુધી મર્યાદિત ન રહી રીસીવિંગ નેટવર્ક, સર્વર્સ કે એપ્લિકેશન્સ ઓવરલૉડ/બ્રેકડાઉન નહીં થાય; નેટવર્ક પરથી અમારું નિયંત્રણ ગુમાવી દેવાને કે હેવી ટ્રાફિકને કારણે સિસ્ટમ્સ ફેલ્યોર્સ નહીં આવે.

આપની માહિતીને જાહેર કરવી અથવા ટ્રાન્સફર કરવી

અમે આપની માહિતીને આ નીતિ તથા તમામ લાગુ કાયદાકીય આવશ્યકતાઓ અનુસાર જાહેર કરીશું કે ટ્રાન્સફર કરીશું. આપની માહિતીને જરૂર પડ્યાં મુજબ અહીં નીચે જણાવ્યાં પ્રમાણે સમયાંતરે જાહેર કે ટ્રાન્સફર કરવામાં આવશેઃ

  • વ્યાવસાયિક હેતુઓ માટેઃ (1) અમારી ઑફિસમાં કામ કરતાં યોગ્ય કર્મચારીઓ/સ્ટાફ/વ્યક્તિઓને; (2) અમારા આનુષંગિકો અને સહયોગી કંપનીઓને; (3) આઇટી એક્ટ મુજબ, ભારતમાં રહેલી અને વિદેશમાં રહેલી અમારી વિવિધ ઑફિસોને; (4) પ્રસ્તાવિત અથવા બિઝનેસના વાસ્તવિક ટ્રાન્સફરની ઘટનામાં કોઇપણ થર્ડ પાર્ટીને; અને (5) અમારા દ્વારા પૂરાં પાડવામાં આવતાં અમારા વ્યવસાયો અને સેવાઓના સંબંધમાં.
  • થર્ડ પાર્ટીઓનેઃ વિવિધ ઉદ્યોગોમાં અને બિઝનેસની વિવિધ કેટેગરીઓમાં અમારી સાથે અથવા અમારા વતી કામ કરતી થર્ડી પાર્ટીઓને. અમે અમારા વ્યવસાયની જરૂરિયાતો કે અહીં અંદર જણાવવામાં આવેલા કોઇપણ હેતુઓના સંબંધમાં આપની માહિતીને કોઇપણ થર્ડ પાર્ટીને જાહેર કરીશું, શૅર કરીશું, ટ્રાન્સફર કરીશું કે પૂરી પાડીશું. આ પ્રકારની થર્ડ પાર્ટીઓએ અમારા તરફથી પ્રાપ્ત કરેલી આપની માહિતી પર આ નીતિને તથા પ્રવર્તમાન કાયદાઓને અનુરૂપ રહીને કાયદામાન્ય, સલામત અને જવાબદારીપૂર્વક પ્રક્રિયા હાથ ધરવાની રહેશે તથા તેમણે સુરક્ષા અને ગુપ્તતા સંબંધિત તમામ યોગ્ય પગલાં લેવાના રહેશે, જે મુજબ, તેઓ આપની માહિતીનો ઉપયોગ તેમના પોતાના હેતુઓ માટે કરી શકશે નહીં અથવા આપની માહિતીને અન્યોને જાહેર કરી શકશે નહીં. ન તો અમે કે ન તો કોઈ થર્ડ પાર્ટી આપની માહિતીને પ્રકાશિત કરશે.
  • કાયદાકીય આવશ્યકતાઓ માટેઃ કોઈ કાયદાકીય પ્રક્રિયાની પ્રતિક્રિયામાં, ઓળખની ખરાઈ કરવાના હેતુથી, કે સાઇબર ગુનાઓની ઘટનાઓને નિવારવા, શોધી કાઢવા, તેની તપાસ કરવા કે આ પ્રકારના ગુનાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા અને દંડ ફટકારવાના હેતુથી કોઇપણ ન્યાયાલયને અને/અથવા કાયદા મુજબ આવશ્યક જણાય તે પ્રમાણે કોઇપણ સરકારી એજન્સીઓ/એન્ટિટીઓને, રીઝર્વ બેંક ઑફ ઇન્ડિયાને અને ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો ઇન્ડિયા લિ. (‘સીઆઇબીઆઇએલ”)ને અને/અથવા લાગુ થતાં કાયદા હેઠળના આદેશ દ્વારા કે પછી કોઇપણ લાગુ કાયદા નિયમન, કાયદાકીય પ્રક્રિયા કે અમલયોગ્ય સરકારી વિનંતીનું પાલન કરવા અમને જરૂરી જણાય કે ઇચ્છનીય લાગે અથવા તો એકાઉન્ટિંગ અને કરવેરાના નિયમો અને નિયમનોનું પાલન કરવા સહિત અમારા અધિકારો કે સંપત્તિનું રક્ષણ કરવા કે તેનું સંરક્ષણ કરવા કે પછી કોઈ ગેરકાયદે પ્રવૃત્તિઓ, સંભવિત છેતરપિંડી, સુરક્ષાના કે ટેકનિકલ મુદ્દાઓ કે કોઇપણ વ્યક્તિની શારીરિક સલામતી માટે જોખમરૂપ હોય તેવી સ્થિતિઓની તપાસ કરવા, તેને શોધી કાઢવા, તેને નિવારવા કે તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવા માટે કોઇપણ થર્ડ પાર્ટીને.
  • ડેટાના પ્રોસેસિંગની કેન્દ્રીકૃત પ્રવૃત્તિઓ માટેઃ અમે અમારા વ્યવસાયનું વધુ સારી રીતે વ્યવસ્થાપન કરી શકીએ તે માટે અમે અમારા ડેટાના પ્રોસેસિંગ અને વ્યવસ્થાપનના કેટલાક પાસાંઓને કેન્દ્રીકૃત બનાવ્યાં છે. કેન્દ્રીકરણ કરવાની આ પ્રક્રિયાના પરિણામસ્વરૂપ આપની માહિતી અમારે (1) એક દેશથી બીજા દેશમાં; (2) અમારા કર્મચારીઓ/અન્ય સ્થળે આવેલ યુઆઇએલના આનુષંગિકો/સહયોગી કંપનીઓના સ્ટાફને વગેરેને ટ્રાન્સફર કરવી પડી શકે છે. જોકે, આપની માહિતી જ્યારે યુઆઇએલની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારે આ નીતિના નિયમો અને શરતોનું પાલન કરીને તેની પર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

સુરક્ષાનાં ઉપાયો

અમારા નિયંત્રણ હેઠળની માહિતી ગુમાવી દેવાને, તેના દુરુપયોગ થવાને અને તેની સાથે ચેડાં થતાં અટકાવવા માટે અમે અમારી વેબસાઇટમાં સુરક્ષાના કડક પગલાં લાગુ કર્યા છે. આપે જ્યારે પણ આપના એકાઉન્ટની માહિતીને બદલો છો કે તેને ઍક્સેસ કરો છો ત્યારે અમે સલામત સર્વરનો ઉપયોગ પૂરો પાડીએ છીએ. એકવાર આપની માહિતી અમારી પાસે આવી જાય તે પછી અમે તેની સલામતીની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરી તેને અનઅધિકૃત ઉપયોગ સામે તેનું રક્ષણ કરીએ છીએ. અમે આપની માહિતીના અનઅધિકૃત ઉપયોગ, તેની સાથે ચેડાં, જાહેર થવા કે નાશ પામવા સામે તેનું રક્ષણ કરવા માટે સુરક્ષાના યોગ્ય પગલાં લઇએ છીએ.

પોતાની ફરજને નિભાવવા માટે જેમને આપની માહિતીના સંપર્કમાં આવવાની જરૂર છે, તેવા અમારી ટીમના સભ્યો/અમારા કર્મચારીઓ/થર્ડ પાર્ટીઓ પૂરતી આ માહિતીને મર્યાદિત રાખીએ છીએ. અમે ગુપ્તતા સંબંધિત આકરી જવાબદારીઓ ધરાવીએ છીએ, જે આ સભ્યો/અમારા કર્મચારીઓ/થર્ડ પાર્ટીઓને લાગુ થાય છે.

આપની માહિતીને જાળવી રાખવી

અમે સમયસર માહિતીનો નાશ કરવાના મહત્વને પ્રત્યે સજાગ છીએ. આપની માહિતી જે હેતુસર એકત્રિત કરવામાં આવી છે, તેના માટે અમારા કરારમાં જણાવ્યાં મુજબ આવશ્યક સમયથી વધારે સમય સુધી સંગ્રહિત કરવામાં/જાળવી રાખવામાં ન આવે, ઉપયોગમાં લેવામાં ન આવે કે તેની પર પ્રક્રિયા હાથ ધરવામાં ન આવે કે તેની અમે ખાતરી કરીએ છીએ, સિવાય કે, કોઈ કાયદા હેઠળ આમ કરવા માટે કોઈ કાયદાકીય જવાબદારી હોય. જે હેતુઓ માટે તેને એકત્રિત કરવામાં આવી હતી, ઉપયોગમાં લેવામાં કે તેની પર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, તેને હેતુ બર આવી જતાં શક્ય એટલી વહેલી તકે આ માહિતીનો નાશ કરવો એ અમારો સર્વસામાન્ય વ્યવહાર છે, સિવાય કે, અહીં ઉપર જણાવવામાં આવેલ કોઈ કાયદાકીય જવાબદારી સિવાય.

આપના અંગત ડેટા કે માહિતીને અપડેટ કરવી/પ્રશ્નો કે ફરિયાદોની સમીક્ષા કરવી

આપ આપના દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતીની સમીક્ષા કોઇપણ સમયે કરી શકો છો. અમે એ બાબતની ખાતરી આપીએ છીએ કે, આપના દ્વારા આ માહિતીમાં કરવામાં આવેલ કોઇપણ ફેરફારને શક્ય એટલી વહેલી તકે તેમાં સમાવી લેવામાં આવશે.

આપ સ્પષ્ટપણે જણાવો છો કે, આપના દ્વારા અમને પૂરી પાડવામાં આવેલી માહિતી તમામ રીતે સાચી અને સંપૂર્ણ છે તથા તે કોઇપણ પ્રકારના ખોટા, વિરુપ, ચેડાં કરેલ, છેતરપિંડીભર્યા કે ગેરમાર્ગે દોરનારા તથ્યો ધરાવતી નથી. અમે આપના દ્વારા અમને પૂરાં પાડવામાં આવેલા ઉક્ત ડેટા કે માહિતીમાંથી પેદા થતી કોઇપણ પ્રકારની જવાબદારીનો સ્પષ્ટપણે અસ્વીકાર કરીએ છીએ. આથી વિશેષ, આ એ બાબતે સ્પષ્ટપણે સંમત થાઓ છો કે, આપ, આપના દ્વારા અમને પૂરાં પાડવામાં આવેલા આવા ડેટા કે માહિતીની સચોટતા કે પ્રમાણભૂતતા માટે અમે જવાબદાર નથી તથા આપના દ્વારા યુઆઇએલને પૂરાં પાડવામાં આવેલ આવા કોઇપણ પ્રકારના ખોટા, વિરુપ, ચેડાં કરેલ, બદનક્ષીભર્યા, અપમાનજનક, અભદ્ર, અશ્લીલ, છેતરપિંડી કરનારા કે ગેરમાર્ગે દોરનારા તથ્યોને કારણે યુઆઇએલએ ભોગવવા પડતાં તમામ નુકસાનની ક્ષતિપૂર્તિ કરવા માટે પણ આપ સંમત થાઓ છો.

અમલબજવણીના અધિકારો

અમારા તમામ આનુષંગિકો/ગ્રૂપ કંપનીઓ આ નીતિનું પાલન કરવામાં આવે તેની ખાતરી કરશે. આ માહિતીને ઍક્સેસ કરી શકનારા અમારા તમામ કર્મચારીઓ/સ્ટાફ અને થર્ડ પાર્ટીએ આ નીતિનું પાલન કરવાનું રહેશે.

તમામ થર્ડ પાર્ટીઓ અમારા સૂચનો મુજબ જ આ માહિતી પર પ્રક્રિયા હાથ ધરશે અથવા તો આ પ્રકારના ડેટા કે માહિતી સંબંધે તેમની સેવાઓ પૂરી પાડવાના ભાગરૂપે જ નિર્ણય લેશે. બંને કિસ્સાઓમાં અમે ભરોસેમંદ થર્ડ પાર્ટીને પસંદ કરીશું, જેઓ આ પ્રકારના ડેટા કે માહિતીના સુરક્ષાના યોગ્ય સ્તરની ખાતરી કરવા કરાર કરીને અથવા તો અન્ય કાયદાકીય બંધનકર્તા અને સ્વીકાર્ય સાધન દ્વારા સુરક્ષાના યોગ્ય ટેકનિકલ અને સંસ્થાગત પગલાંને અમલી બનાવે છે. આ પ્રકારના ડેટા કે માહિતીનું જ્યારે હેન્ડલિંગ કરવાનું/તેની પર પ્રક્રિયા હાથ ધરવાની હોય ત્યારે અમારા દ્વારા થર્ડ પાર્ટીને આ નીતિનું પાલન કરવાનું અથવા તો અમારા દ્વારા ડેટાની સુરક્ષાના જે સ્તરનું પાલન કરવામાં આવે છે, એ જ સ્તરનું પાલન કરવાનું આવશ્યક બનાવવામાં આવે છે. આ પ્રકારે પસંદ કરવામાં આવેલ થર્ડ પાર્ટી લાગુ સેવાના કરારમાં સ્પષ્ટ કરવામાં આવેલી સેવાઓને હાથ ધરવાના હેતુઓ માટે જ આ ડેટા કે માહિતી ઍક્સેસ કરી શકશે અને તેઓ તેમની સાથે શૅર કરવામાં આવેલ આ પ્રકારના ડેટા કે માહિતીની ગુપ્તતા જાળવવા માટે કાયદા અને કરારથી બંધાયેલા છે તથા તેઓ તેને જાહેર કરશે નહીં. અને જો અમને લાગે કે કોઈ થર્ડ પાર્ટી તેમની જવાબદારીઓનું પાલન કરી રહી નથી તો અમે આ નહીં થઈ રહેલા પાલનનો ઉપાય કરવા તરત યોગ્ય પગલાં લઇશું કે જરૂરી પ્રતિબંધો લાદીશું.

વધુમાં, ગુપ્તતા સંબંધિત અમારી આંતરિક નીતિઓ અમારી ટીમના સભ્યો/કર્મચારીઓ/સ્ટાફને બંધનકર્તા છે. કોઇપણ સભ્ય/કર્મચારી/સ્ટાફે આ નીતિ કે અન્ય કોઈ નીતિઓનું ઉલ્લંઘન કર્યું હોવાનું જાણવા મળતાં તેમના વિરુદ્ધ શિસ્ત સંબંધિત કાર્યવાહી કરવામાં આવશે, જેમાં કર્મચારીની બરતરફી અને/અથવા લાગુ થતાં કાયદા હેઠળ દંડ વસૂલવાનો સમાવેશ થાય છે.

તમામ થર્ડ પાર્ટીઓ અને અમારી ટીમના સભ્યો/કર્મચારીઓ/સ્ટાફ આથી અહીં સ્પષ્ટપણે સંમત થાય છે કે, તેઓ આ માહિતીને એકત્રિત કરતી વખતે, તેને પ્રાપ્ત કરતી વખતે, તેને પોતાની પાસે રાખતી વખતે, તેનો ઉપયોગ કરતી વખતે, તેની પર પ્રક્રિયા હાથ ધરતી વખતે, તેની નોંધણી કરતી વખતે, તેને સંગ્રહિત કરતી વખતે, તેને ટ્રાન્સફર કરતી વખતે, તેની સાથે કામ પાર પાડતી વખતે, તેનું હેન્ડલિંગ કરતી વખતે અને તેને જાહેર કરતી વખતે આઇટી એક્ટની આવશ્યકતાઓનું પાલન કરશે. ઉક્ત થર્ડ પાર્ટી અને ટીમના સભ્યો/કર્મચારીઓ/સ્ટાફ આથી આગળ સ્પષ્ટપણે જાહેર કરે છે કે, તેઓ આઇટી એક્ટની કોઇપણ જોગવાઇનું ઉલ્લંઘન કરે છે, તો તેવા કિસ્સામાં તેમના કૃત્યો, કાર્યો અને આ પ્રકારની બાબતો માટે તેઓ પોતે જ જવાબદાર ગણાશે અને જે-તે સમયે લાગુ હોય તેવા કાયદાઓ કે અન્ય કોઈ કાયદા હેઠળની દિવાની અને ફોજદારી જવાબદારી માટે તેઓ પોતે જ જવાબદાર ગણાશે.

નીતિમાં ફેરફારો

અમે અગાઉથી જાણ કર્યા વગર સમયાંતરે આ નીતિને અપડેટ કરવા, તેને બદલવા કે તેમાં ફેરફાર કરવાનો અધિકાર ધરાવીએ છીએ. આ પ્રકારના અપડેટ, ફેરફાર કે સુધારવધારાની તારીખથી આ નીતિ લાગુ થશે.
અમે આ નીતિને અપડેટ કરીને આ પ્રકારના કોઇપણ ફેરફારના સંબંધમાં આપને જાણ કરીશું અને અમારી વેબસાઇટ પર નીતિમાં કરવામાં આવેલા તમામ ફેરફારોને પોસ્ટ કરીશું.

આ નીતિનું અમલીકરણ શરૂ થવાની સાથે જ, આ નીતિની શરતો માહિતી પર પ્રક્રિયા હાથ ધરવા સંબંધિત યુઆઇએલની ગુપ્તતા સંબંધિત માર્ગદર્શિકા કે વ્યવહારોનું સ્થાન લઈ લેશે અને તે મુજબ તેમાં સુધારો કરવામાં આવશે. આ પ્રકારના કરાર સાથે સંકળાયેલા તમામ પાર્ટીઓને આ નીતિનું અમલીકરણ શરૂ થવાની તારીખ અંગે જાણ કરવામાં આવશે.

આ નીતિમાં ઉપયોગમાં લેવામાં આવેલ કોઇપણ શરતો કે વ્યાખ્યાઓ અસ્પષ્ટ હોય તો આઇટી એક્ટમાં સ્થાપિત કરવામાં આવેલી વ્યાખ્યાઓ લાગુ થશે.

આપના વિકલ્પો અને ગુપ્તતા સંબંધિત આપની પ્રાથમિકતાઓની પસંદગી

અમે આપને અમારા ઉત્પાદનોને પૂરક હોય તેવી વૈવિધ્યસભર માહિતી પ્રાપ્ત કરવાનો વિકલ્પ આપીએ છીએ. માર્કેટ સંબંધિત સંશોધનો અથવા પાલન સંબંધિત સમીક્ષાઓમાં ભાગ લેવા માટે આપ નવા મોડલ, આગામી ઉત્પાદનો જેવી ઉત્પાદન સંબંધિત ચોક્કસ માહિતી તથા ઑફરો, સેલ, ડિસ્કાઉન્ટ કે આમંત્રણો જેવા અમારા સર્વસામાન્ય સંદેશાવ્યવહારો મેળવવા માટે આપ સબસ્ક્રાઇબ કરી શકો છો. અમે આપને ટપાલ, ઈ-મેઇલ, ટેલિફોન અથવા મોબાઇલ ડીવાઇઝ મારફતે અમારા સર્વસામાન્ય સંદેશાવ્યવહાર મેળવવા સંબંધતે વિકલ્પ આપીએ છીએ.

સબસ્ક્રિપ્શનના સંદેશાવ્યવહારમાં આપના દ્વારા સ્પષ્ટપણે જેના માટે વિનંતી કરવામાં આવેલ હોય અથવા તો જેને આપે પ્રાપ્ત કરવા આપ સંમત થયાં હો તેવા ઈ-મેઇલ ન્યૂઝલેટર્સ વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકારનો સંદેશાવ્યવહાર પ્રાપ્ત કર્યા બાદ આપ અહીં નીચે જણાવેલ પદ્ધતિમાંથી કોઇપણ એકનો ઉપયોગ કરી તેને પ્રાપ્ત કરવાનું બંધ કરી શકો છોઃ

ઈ-મેઇલ ‘ઓપ્ટ આઉટ’ને સિલેક્ટ કરો અથવા તો લિંકને ‘અનસબસ્ક્રાઇબ’ કરો કે પ્રત્યેક ઈ-મેઇલ સબસ્ક્રિપ્શન કમ્યુનિકેશનમાં સમાવિષ્ટ ઓપ્ટ-આઉટના સૂચનોનું પાલન કરો.
મોબાઇલ ડીવાઇઝમાં મોકલવામાં આવતાં સંદેશાઓને અનસબસ્ક્રાઇબ કરવા માટે આવા સંદેશાઓમાં ‘STOP’ અથવા ‘END’ લખીને રીપ્લાય કરો.

આપનું નામ, સંપર્કની સુસંગત માહિતી અને આપ હવે પછીથી જેને પ્રાપ્ત કરવા માંગતા નથી તે અમારા સબસ્ક્રિપ્શન અંગેની સંબંધિત ચોક્કસ માહિતી પૂરી પાડવાની ખાતરી કરો.

કૃપા કરીને એ બાબતે સજાગ રહો કે, આપ જ્યારે આ પ્રકારના સબસ્ક્રિપ્શન કમ્યુનિકેશન મેળવવામાંથી બહાર નીકળી જવાનું પસંદ કરો છો ત્યારે સેવાઓ મેળવવા માટે આ પ્રકારના સંદેશાવ્યવહારને મેળવવાની શરત મૂકવામાં આવી હોય તો તે આપે યુઆઇએલ પાસેથી મેળવવા માટે પસંદ કરેલ સેવાઓને પ્રભાવિત કરી શકે છે.

આ વિકલ્પ પ્રાથમિક રીતે એવા સંદેશાવ્યવહારોને લાગુ થતો નથી, જે વ્યવસ્થાપનના ઓર્ડરને પૂરાં કરવાના, કોન્ટ્રાક્ટ્સ, સપોર્ટ, ઉત્પાદનની સલામતીની ચેતવણીઓ અથવા અન્ય વહીવટી અને ટ્રાન્ઝેક્શન સંબંધિત નોટીસોના હેતુ માટે લાગુ થતો નથી, જ્યાં આવા સંદેશાવ્યવહારોનો પ્રાથમિક હેતુ પ્રચાર સંબંધિત હોય.